૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ.
કદાચ ૫૦% લોકો ને આ વાચ્યા પછી જ ખબર પડી હશે. અને બાકીના ૫૦% જેમને ખબર હતી તેમના માટે એક સવાલ !
સોશીયલ મિડીયા પર સ્ટેટ્સ અને પોસ્ટ મૂકવા સિવાય તમે કઈ કર્યું ખરા આસપાસ ના પર્યાવરણ માટે ?
“Be the Change you want to see in the world” each one can make a difference.
આજે જ્યારે હુ આ લખી રહી છું ત્યારે દુનિયા માં ચારે બાજુ “કોરોના” નામની મહામારી કાળોકેર વર્તાવી રહી છે. તે માનવસર્જિત છે કે કુદરતી તેની દલીલમાં ન પડતાં આજે આપણે જાણીએ છીએ કે આખી દુનિયા આજે તેની મુશ્કેલીથી પીડાય છે. તે ક્યારે જશે તેની દુનિયા આતુરતાથી રાહ જુવે છે . પણ આ બધા વચ્ચે “કોરોના” એ આપણને એક અમૂલ્ય ભેટ આપી છે. જે કદાચ આપણે આજની પેઢી તો આખી જિંદગી દરમિયાન આવી અમૂલ્ય ભેટ ન મેળવી શકાયા હોત. ખબર છે આ ભેટ શું છે ? “પર્યાવરણ”. આજે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, સુરત જેવા હંમેશાં પ્રદૂષિત રહેતા અને દિવસ રાત ધબકતા શહેરો થંભી ગયા છે. આજે અહીંયા માણસો નહિ, અહીંયા ની હવા શ્વાસ લઈ રહી છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ ઘટી ને નોર્મલ થઈ ગઈ છે. ગંગા નદી જેને સાફ કરવા માટે સરકાર એ ૩૦૦ કરોડ ખર્ચ્યા પછી પણ કોઈ ફાયદો ન થયો, તે ગંગા નદી સ્વચ્છ અને સુંદર થઈ ને ખળખળ થઈ ને વહી રહી છે. ચકલી નામની પ્રજાતિ જે લુપ્ત થવાને આરે આવી હતી તે આજે પછી દેખાઈ રહી છે. આજે પર્યાવરણ, પ્રકૃતિ તેની સોળે કળાએ ખીલી ઉઠી છે. માનવજાત પિંજરામાં અને પર્યાવરણ બહાર.
માનવજાત જાણતી હોવા છતાં તેના વિનાશ ને આમંત્રણ આપી રહી છે. “કોરોના” કરતા પણ ખતરનાક દુનિયા માટે શું છે તે જાણો છો ? “ગ્લોબલ વોર્મિંગ”. આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા અને સમગ્ર માનજાત માટે એક એવી સમસ્યા છે કે જેનો નિકાલ પણ મનુષ્યના પોતાના હાથ માં જ છે . આજે વધતું જતું તાપમાન, વાતાવરણ માં આવતું અકાળ પરિવર્તન જેમ કે પૂર, સુનામી, વગેરે માનવજાતે કરેલ પર્યાવરણ સાથેની છેડ-છાડ ના પરિણામ છે.”હાથ ના કર્યા, હૈયા ને વાગ્યા” ,બસ આવું જ કઈ માનવજાત એ કર્યું. ” પ્લાસ્ટિક” તે દુનિયા માટે વધતો જતો ખતરો છે. વધતી જતી ઉધોગ નીતિ “ગ્લોબલ વોર્મિંગ” ને નોતરી રહી છે, જે દુનિયા ના માથા પર લટકતી તલવાર છે.
ભારતદેશ ભગવાનનો દેશ છે . જેમાં ગીતા આપણો સર્વશ્રેષ્ઠ ગ્રંથ. જેમાં ભગવાન શ્રીકૃષ્ણ એ પોતે પર્યાવરણ નો મહિમા દર્શાવયો છે. અધ્યાય ૭, શ્લોક ૪
भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च |
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा || 4||
અનુવાદ :- પૃથ્વી , જળ,અગ્નિ,વાયુ, આકાશ, મન,બુદ્ધિ ,અહંકાર . આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે.
અહી ભગવાન પોતે કહે છે કે તેમની પ્રકૃતિ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશમાં વહેંચાયેલ છે. અને આપણે તેમને બચાવવા કરેલા પ્રયત્નો કરેલા? આજે બેફામ બનેલા ઉદ્યોગો અને વાહનો પર્યાવરણ ને મહઅંશે નુકશાન કરી રહ્યા છે.
વિજ્ઞાન નો ન્યૂટન નો ૩ જો નિયમ પણ કહે છે કે ,”for every action there is an equal and opposite reaction.”
આ પર્યાવરણ પર પણ લાગુ પડે છે. તમે પર્યાવરણ પર જે મૂલ્યનું પ્રદૂષણ ને સમસ્યાઓ આપશો, પર્યાવરણ તેના વિરુદ્ધ તેટલાં જ મૂલ્યની આફત માનવજાત માટે મોકલશે. અને આ પર,સુનામી, ધરતીકંપ કદાચ ભગવાને કરેલ રિફ્લેકશન જ છે. છતાં માનવ ને ક્યાં અત્યારે ભાન પડી છે! માણસ નો તો સ્વભાવ છે ” જેવા છે તેવા જ રહેવાનો” બદલાય તે માણસ થોડી!
હમણાજ થયેલી કેરળની ક્રૂર ઘટના. જેમાં ગર્ભવતી હાથણી ના પેટમાં અનાનસ સાથે ફટાકડા ભરી ખવડાવી દીધુ અને હાથણી અનેં તેના બચ્ચાનું ક્રૂર મૃત્યુ થયું. શું આ ક્રૂર મજાક નઈ હતું કુદરત સાથે? પ્રાણી ,પક્ષી કુદરત નો જ એક ભાગ છે. આવી ઘટના પછી જો ભગવાન માનવજાત માટે “કોરોના” મોકલે તો માવજાત્તે તો તેને મૂંગા મોઢે આવકારી જ લેવું જોઈએ.
હવે પર્યાવરણને બચવા માટે કોઈ પગલાં નહિ લેવામાં આવે તો ભૂલી જજો કે પર્યાવરણ તમને બચાવશે. માટે ” પર્યાવરણ” ને બચાવો ,” પર્યાવરણ” તમને બચાવશે.