15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત ને આઝાદી મળી અંગ્રેજો ની ગુલામીમાથી અપનો દેશ આઝાદ થયો. દેશ ને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થયા. આ ઔતિહસિક ઘટ્ના ની યાદ રૂપે સમગ્ર ભારત મા અપણે “આઝાદી નો અમૃત મહોત્સવ” ની ગૌરવભેર ઉજવણી કરી રહયા છીએ. ભારત ના લોકપ્રિય વડાપ્રધાન માનાનીય શ્રીનરેન્દ્રભાઈ મોદીએ દેશ ની આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રુપે દેશવાસીઓને “હર ઘર તિરંગા” નો કાર્યક્રમ યોજવની અપીલ કરી છે. તેથી આજે દેશભર મા આઝાદી ના અમૃત મહોત્સવ ની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને લોકો મોટી સંખ્યામાં હર ઘર તિરંગો લહેરાવવા માટે ઉત્સુક બન્યા છે, તિરંગાયાત્રા મા જોડાઈ રહ્યા છે.
તિરંગો એ માત્ર કાપડ નથી પરંતુ દેશ ની મહમૂલી આઝાદીનુ પ્રતીક છે. દેશ્ ના વિકાસ્ નુ પ્રતીક છે. સ્વનિર્ભર્તાનુ પ્રતીક છે, ધર્મશાંતિનુ અને સત્યનુ પ્રતીક છે. ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે, જે વિકાસ કર્યો છે, તેનાથી દુનિયા ના દેશોમાં ભારત નુ ગૌરવ વધ્યુ છે.
તિરંગા નો ઉપર નો કેસરી રંગ શોર્ય અને બલિદાન સુચવે છે. મદય ભાગ નો સફેદ રંગ એ શાંતિનુ પ્રતીક છે. મદયભાગમાં આવેલુ અશોક્ચક્ર્ ગતિનુ સૂચક છે. નિચેના ભાગ મા આવેલો લીલો રંગ હરિયાળી-સમૃદ્ધિ નુ સૂચક છે.
દેશની આઝાદી માટે જેમ્ણે બલિદાન આપ્યુ છે એવા વીર શહીદોને આપને કેમ ભૂલી શકીયે? વીર ભગત્ સિહ, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, સુભાષચ્નદ્ર બોઝ જેવા નામી-અનામી હજારો શહીદો ને યાદ કરી તેમને નમન કરીએ. આઝાદી ના જંગમા દેશ માટે શહીદ થનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ નમન .
પ્યારા દેશવાસીઓને ચાલો આપણે સાથે મળીને આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે આન, બાન અને શાન થી હર ઘર તિરંગો લહેરાવીએ, તિરાંગાનો આદર કરીએ ત્રિરંગાયાત્રા માં જોડાઈને લોકોને જાગૃત કરીએ. સ્વદેશી વસ્તુ અપનાવીએ અને “Make in India“ નું સ્વપ્ન સાકાર કરીએ. આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ. દેશની એકતા અને દેશ ભાવનાને મજબૂત કરીએ. નવભારતનું સંક્લ્પ કરીએ.
ભારત માતા કી જય.
શહીદો અમર રહો …
વંદે માતરમ…
વિજયી વિશ્વ તિરંગા પ્યારા…
ઝંડા ઉંચા રહે હમારા…