સવારના 5:30. પીળું-નારંગી આકાશ.પક્ષીઓનો કલરવ. એ ઠંડો પવન ને સુમસામ રસ્તા વચ્ચે ચોખ્ખો સંભળાતો દૂધવાળા ને પેપરવાળા નો અવાજ અને થોડે જ દૂર રહેલા રાધાક્રિષ્ના ના મંદિરના ઘંટ ના અવાજ,બાજુ માં રહેલા ગાર્ડન માં ચાલી રહેલા યોગા અને વોકિંગ માટે આવતા લોકો નો થોડો કોલાહલ.ઝાકળ બાજેલી સવારના ફૂલ-પાંદડા પાર ઝાકળના બિંદુ ચમકી રહ્યા હતા.
સામન્ય કહી શકાય તેવી સવાર હતી.પણ મારા સાથે કઈ પણ સામાન્ય ન થઈ રહ્યું હતું.અચાનક મને કંઈક અલગ જ મહેશુસ થવા લાગ્યુ અને અચાનક ગભરામણ જેવું થતા આંખ ખુલી.આંખ ખુલતાની સાથે ન જાણે આજે કેમ સવાર દદરરોજ કરતા અલગ લાગતી હતી.થોડી વાર તો શું કરવું એ જ ખબર ના પડી.અને અચાનક મેં બાથરૂમ તરફ દોટ મૂકી.અને ઊલટી શરૂ થઈ.15-20 મિનિટ પછી બાથરૂમની બહાર નિકળી ત્યારે કંઈક સારું મહેશુસ થયું,ગભરામણ મહદઅંશે દૂર થઈ.અને જઈને હું પાછી બેડ પર લાંબી થઈ.અચાનક તબિયત બગડવા પાછળનું કારણ મન હજુ પણ ન ખબર પડી અને એ વિચારમાંને વિચારમાં ફરી ઊંઘ આવી ગઈ.
લગભગ આ ક્રમ હવે દરરોજનો થયો હતો.અને આજે આ ઘટનાને ચોથો દિવસ થયો હતો .મને સમજ ના પડી કે અચાનક મારી તબિયતમાં અને મારા સ્વભાવમાં આવેલા ફરક પાછળ કારણ શું છેં? થોડા દિવસથી સ્વભાવમાં પણ ચીડિયાપણુ આવી ગયું હતું.કોઈ સાથે સરખી વાત ન કરવી,કોઈ ને સરખા જવાબ ન આપવા,નાની-નાની વાત પર ગુસ્સે થવું એ હવે ક્રમ થઈ ગયો હતો.આ મારો સ્વભાવ ન હતો.હું તો હંમેશા હસતી અને હસાવતી એક હસમુખી કહી શકાય તેવી સ્ત્રી હતી.અચાનક મારા માં આવલા આ ફરક ને હું ખુદ પણ ન સમજી શકી.
દરરોજના આ ક્રમ થી કાંટાળીને મેં મારા મમ્મીને આ અંગેની વાત જણાવી.મારા મમ્મીએ મને આડકતરી રીતે કઈ સંકેત આપ્યો,” લગ્નને 5 વર્ષ થયાં થઈ શકે કોઈ ખુશ ખબર હોય.”તેમની વાત સાંભળીને હું થોડી હલબલી ગઈ અને થોડું પણ મોડું કર્યા વગર હું ડૉક્ટર પાસે ગઈ અને “પ્રેગનેન્સી ટેસ્ટ” કરવ્યો.અને ટેસ્ટ પોઝિટિવ આવ્યો.અને ડૉક્ટરએ જ્યારે મને આ વાત કહી ત્યારે મારી ખુશી નો પારના રહયો.આજે કદાચ ભગવાનએ દુનીયાની બધી જ ખુશી મને આપી દીધી.મા બનવાની ખુશી એક સ્ત્રી જ સમજી શકે જે આજે હું મહેશુસ કરી રહી હતી.
જેવા ડોક્ટર પાસેથી સમાચાર મળ્યા તેવો મેં ફોન મારા પતિને જોડ્યો.મારા પતિ એક “સૈનિક” હતા.થોડા જ મહિના પહેલા તેમની પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીર બાજુ થઈ હતી.પરંતુ તેમના તરફથી મારા ફોનનો કોઈ જવાબ ના આવ્યો. મેં ફરી એક વાર ટ્રાય કર્યો તેમ છતાં સામેની બાજુથી કોઈ જવાબ ન આવ્યો.મન થોડું નિરાશ થઈ ગયું કરણ કે આ ખુશખબર હું તેમને ન જણાવી શકી.એક પત્નીની ઈચ્છા હોય કે આવા સમય દરમિયાન તેનો પતિ તેની સાથે હોય,પરંતું મારા પતિ માટે તે શકય ન હતું. કારણ,કારણકે તે “સૈનિક”હતા. તેમનો સમય,જિંદગી બધું જ દેશ માટે હતું.ઘરે જઈ સૌને આ સારા સમાચારસંભળાવ્યા.
ઘરમાં ખૂબ લાંબા સમય બાદ આટલું ખુશનુમા વાતાવરણ હતું.અને રાત્રે 11:30વાગ્યે અચાનક ફોન રણક્યો ફોન પરનું નામ વાંચીને હું ખૂબ ખુશ થઈ ગઈ.ફોન ઉપાડી કોઈ પણ આડી-અવળી વાત કર્યા વગર અને તેમના હેલો બોલ્યા પહેલા જ મેં કહી દીધું કે,”congratulations,તમે પપ્પા અને હું મમ્મી બનવા જઈ રહી છું,હવે તમે ક્યારે આવો છો મને મળવા?”આટલું સાંભળતાની સાથે જ તે એટલા ખુશ થયા કે બુમો પાડીને કૂદવા લાગ્યા અને તેમની સાથેના કેમ્પના અન્ય મિત્રોને બુમો પાડી ને બોલાવી ને કહેવા લાગ્યા કે તે પિતા બનાવના છે. અને થોડી વાતો કર્યા પછી તેમને ધીરે થી મને કહ્યું કે હમણાં જ 2 મહિના પહેલા તે ઘરે આવને ગયા એટલે 6મહિના સુધી તે હવે ઘરે નહીં આવી શકે.આ સાંભળીને હું થોડી નિરાશ તો થઈ પછી મને મારા “સૈનિક”પતિ પર ગર્વ થયો.મારુ આવનારું સંતાન પણ તેના “સૈનિક”પિતા પર ગર્વ કરશે આ વિચારી ને મનને થોડીે શાંતિ મળી.
તેમને મેં હંમેશા એક “સૈનિક”સ્વરૂપે એક કડક,ગરામમિજાજ અને હંમેશા શિસ્તની બાબત માં કડક વલણ ધરાવનાર માણસ તરીકે જોયા હતા.હંમેશા કામ પૂરતું બોલવું,કોઈ સાથે વધારે ન બોલવું,કોઈ પણ સંજોગોમાં લાગણી વ્યક્તન કરવી,લાગણીને મોઢા પર ક્યારે પણ ન આવવા દેવા વાળા વ્યક્તિ તરીકે જોયા છે.પણ આજે હું પોતે અસન્મજસ માં મુકાઈ ગઈ.મેં કદાચ આ 5 વર્ષ માં પ્રથમ વાર તેમને લાગણી વ્યક્ત કરતા જોયા હતા.પ્રથમ વાર મેં તેમને નાચતા-કૂદતાં અને આટલા ખુશ જોયા હતા.કદાચ જો હું તેમના સામે હોત તો મેં તેમના આંખ માં હર્ષ ના આંશુ પણ જોયા હોત.અત્યાર સુધી એક કડક સ્વભાવ અને લાગણીવિહીન માનતી હું મારા “સૈનિકપતિ” ને આજે મેં લાગણીશીલ થતા જોયા અને હુ માની પણ ગઈ કે આ કડક સ્વભાવ અને ગરામ મિજાજ પાછળ પણ ન જાણે કેટલી લાગણી છુપાયેલી છે.પણ એક “સૈનિક” પણુ તેમને લાગણી વ્યક્ત ન કરવા અને લાગણીવિહીન રહેવા મજબુર કરતું હતું.પરંતુ એક “સૈનિક” માં પણ લાગણી હોય છે માત્ર વ્યક્ત કરવાનો અભાવ હોય છે તે હું આજે જ સમજી શકી.
આજે જ મને મારા ,”તમે તો લાગનીશીલ જ નથી!તમને તો મારા પ્રત્યે પ્રેમ જ નથી!” આ બધા સવાલો નો જવાબ મળ્યો.મેં આજે તે જ કઠોર “સૈનિક” પતિના અવાજ માં છુપાયેલી લાગણીને જોઈ ને લાગ્યું કે તે કઠોર મોઢા અને ગરામમિજાજ પાછળ ઘણી લાગણીઓ હોય છે બસ આપણને શોધતા આવડવી જોઈએ.
આજે આ આર્ટિકલ તે બધા ‘ભારતપુત્રો’ માટે છે જે પોતાનો ઘર -પરિવાર મૂકીને 24 કલાક સરહદ પર આપણા ઘર-પરિવાર ની રક્ષા કરે છે.તેમની પણ પોતાની હજારો લાગણીઓ તેમના પરિવાર સાથે જોડાયેલી હોય છે. ક્યાં પિતાને ગમશે પોતાની 5 મહિનાની પુત્રી ને છોડી ને સરહદ પર જવું?ક્યાં પતિ ને ગમશે પોતાની ગર્ભવતી પત્ની ને છોડી ને સરહદ પર જવું? ક્યાં પુત્ર ને ગમશે પોતાના વૃધ્ધ માતાપિતાને છોડી સરહદ પર જવું ?પણ આ “દેશપ્રેમ” તેમને સરહદ પર જવા મજબુર કરે છે.બધી જ લાગણી ને છુપાવીને તેઓ 24 કલાક જીવના જોખમે આપણી રક્ષા કરે છે.
પરંતુ અહીં સવાલ એ છે કે આટલું બધું કરવા છતાં આજે તેમની અને તેમના પરિવાર ની પરિસ્થિતિ શુ છે? આજે આપણે જસ્ટિનબીબર ના કોનશર્ટ માં જવા માટે 70,000 ખર્ચી શકીયે છીએ જેને આપણને કંઈ જ નથી આપ્યું ,પરંતુ જેને આપણને રાતની સરખી ઊંઘ અને જીવની સલામતી આપી તેવા શહીદોના પરિવાર માટે આપણે 700 પણ નથી ખર્ચી શકતા.સરકાર પણ આ શહીદજવાનો માટે શું કરે છે?તેમના વીરગતિ પામ્યા પછી તેમના પરિવારને 2-2.5 લાખની રકમ આપવામાં આવે છે.શુ તે “ભારતપુત્ર”ના જીવ ની કિંમત આટલી જ ?આજે કોઈ સેલિબ્રિટી ખાલી કોઈ પ્રશંગમાં હાજરી આપવાના 1-2 લાખ રૂપિયા લઇ જાય છે તો શું આ જવાનો ના જીવનની આટલી જ કિંમત?શુ “તેમની આત્મા ને શાંતિ મળે, શહીદ અમર રહો”અને તેમના વીર-શરીર ને ત્રિરંગામાં લપેટીને મીડિયા સામે લાવી ને શોક વ્યકત કરવો,એક દીવસ માટે DP પર મીણબત્તી મુકવી બસ છે એક કુરબાની માટે? બસ આ જ બધાં સવાલ ના જવાબ માટે આજે આ આર્ટિકલ લખવો પડ્યો છે.
જય હિન્દ !!